Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#દિલથી દિલની વાતો

SEE WINNERS

Share with friends

દિલથી દિલની વાતો ઓડિયો સ્પર્ધા :

વાર્તા કે કવિતાનું સર્જન ભલે કાગળ અને કલમથી થતું હોય, પણ તેનું ઉદ્ગમ તો દિલથી જ થાય છે. આપણે કોઈની રચના માત્ર વાંચી જઈએ એના કરતાં એ રચના એના સર્જકના મોઢે જ એ સાંભળીએ ત્યારે તે વધારે મીઠી લગતી હોય છે. સર્જકોના હદયમાં ઉદ્ગમ પામી તેમનાજ કંઠેથી રસપાન કરાવતી સાહિત્ય રચનાઓનો રસાસ્વાદ આપ સૌને કરવવા માટે સ્ટોરીમિરર અને દિલથી દિલની વાતો સાહિત્યિક ગૃપ લઈને આવ્યું છે, ગુજરાતી ભાષાના સૌ સર્જકો માટે એક અનોખી ઓડિયો સ્પર્ધા. - દિલથી દિલની વાતો ઓડિયો સ્પર્ધા :

તો આપ શેની રાહ જૂઓ છો, આપની સુંદર રચનાઓ અમને ઓડિયો રેકોર્ડ કરી મોકલી આપો. અમે આપની રચના અને આપના અવાજને લાખો લોકો સુધી પહોચાડીશું.

નિયમો :

1.    આ સ્પર્ધામાં આપની રચના ઓડિયો ફોરમેટ (પઠન અથવા ગાન) (રેકોર્ડીંગ)માં મોકલી આપવાની રહેશે.

2.    આપની ઓડિયો રચના વોટ્સએપ ગૃપ અને સ્ટોરીમિરર વેબસાઈટ એમ બંને જગ્યાએ પોસ્ટ કરવી જરૂરી છે.

3.    આપની રચના સુંદર હોય પણ આપનો અવાજ સુંદર ન હોય તો આપ અન્ય સુંદર અવાજવાળી વ્યક્તિ પાસે પણ રેકોર્ડ કરાવી મોકલી શકો છો.

4.    સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓજ જ સબમિટ કરવી જોઈએ.

5.    આપ ચાહો એટલી ઓડિયો રચનાઓ સબમિટ કરી શકો છો, શૈલી માટે કોઈ બંધન નથી.

6.    કોઈ વ્યક્તિ, દેશ, ધર્મ, જાતિ, જ્ઞાતિ પર ખરાબ ટિપ્પણી કરતી કે રાજકીય આલોચનાવાળી રચનાઓ સ્વીકારવામાં આવશે નહિ.

7.    આપની રચનાના રેકોર્ડીંગનો સમય કવિતા માટે 5 મિનીટ અને વાર્તા માટે 10 મિનીટથી વધવો જોઈએ નહિ.

8.    સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

9.    આપની રચના લાઈવ થતાં, આપનું ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપની પ્રોફાઈલમાં મોકલી આપવામાં આવશે.

સાહિત્ય પ્રકાર :

 વાર્તા (ઓડિયો)

કવિતા (ઓડિયો)

ઇનામ :

1.    ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલ ફોરકલર ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

2.    શ્રેષ્ઠ 2 વાર્તા ઓડિયો અને શ્રેષ્ઠ 2 કવિતા ઓડીયોને ટ્રોફી અને ફિજીકલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

3.    દર અઠવાડિયે શ્રેષ્ઠ 3 વાર્તા અને શ્રેષ્ઠ 3 કવિતાઓનો વિડીયો બનાવી યુ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવશે.

4.    સ્પર્ધાને અંતે શ્રેષ્ઠ રચનાઓનું કલેક્શન કરવામાં આવશે.

સમયગાળો :  5 મે 2021 થી 31 મે  2021

પરિણામ : જૂન 10,  2021

સંપર્ક :

વિષ્ણુભાઈ દેસાઈ (storymirror.com)

Email: vishnu@storymirror.com

Phone number: +91 97231 85603 (whats aap)

આર.જે. રવિ (દિલથી દિલની વાતો)

મો- 97252 69231(whats aap)